ગુરુવાર, 4 નવેમ્બર, 2010

Gujarati Kavita funny///

 
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
 
[3] ‘નથીતેની ચિંતા છોડશો તોછેતેનો આનંદ માણી શકશો.
 
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
 
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
 
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
 
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
 
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી હોય તેવો શબ્દેશબ્દ સમજી જતો હોય !
 
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છેહંમેશા એની વ્યક્તિ સાથે.
 
[10] માતાનું હૈયું શિશુની શાળા છે.
 
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
 
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છેજેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
 
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
 
[14] પ્રાણ પ્રથમ ભેટ, સ્નેહ બીજી અને સમજણ ત્રીજી.
 
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી ખીલે છે.
 
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
 
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
 
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
 
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
 
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો પસંદ છે.
 
[21] માણસને મોતથી વધુ એનાંડરની બીક લાગે છે !
 
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
 
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
 
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
 
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
 
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો બચી શકે !
 
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
 
[29] જે આળસુ છે તેને માટે ભગવાને આવતીકાલ સર્જી છે !
 
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
 
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
 
[32] જગતમાં માત્ર બે વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી!___________ _________ _________ ___
 
 

 
માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?
સંસારની આંટીઘૂંટી, જીવનનિર્વાહ માટેની દોડધામ અને ક્યારેક આળસના લીધે મનુષ્ય દિવસમાં એક વાર પણ પરમકૃપાળુ પરમાત્માનું સ્મરણ કરતો નથી હોતો. આવી પરિસ્થિતિથી આપણા પૂર્વજો અજાણ ન હતા. ઋષિમુનિઓ આવા વ્યસ્ત મનુષ્યોને દિવસમાં એક વાર પ્રભુસ્મરણ કરવાની પ્રેરણા આપતા હતા. જે આગળ વધતા પાંચ વાર અને પછી અગિયાર વાર નામસ્મરણ કરવા કહેતા. પ્રભુસ્મરણ માટે પોતે આપેલ મંત્ર જપવા માટે જ્યારે ચોક્કસ ગણતરીની જરૂરત ઊભી થઈ ત્યારે મણકાવાળી માળાનો જન્મ થયો હોવો જોઈએ તેમ માનવામાં આવે છે.

બહુ જ સાદા અર્થમાં કહીએ તો મંત્ર-માળાની ગણતરીની સાનુકૂળતા માટેનું સાધન એટલે માળા. આ માળા 108 મણકાની બનાવવામાં આવી તે પાછળનું રહસ્ય જાણવા જેવું છે. મનુષ્યની શારીરિક રચના મુજબ તે 1 મિનિટમાં 15 વાર શ્વાસ લે છે. આ ગણતરી પ્રમાણે મનુષ્ય 24 કલાકમાં 21,600 વાર શ્વાસ લે છે. આપણા શાસ્ત્રોમાં પણ તેની નોંધ છે. રાત્રિના 12 કલાક જો બાદ કરી લઈએ તો દિવસના 12 કલાકમાં મનુષ્ય 10,800 વાર શ્વાસ લે છે. સ્વાભાવિક છે કે દરેક શ્વાસે ભગવાનનું સ્મરણ ન થઈ શકે. પરંતુ જો વિધિપૂર્વક મંત્રનો જાપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રજાપનું 100ગણું ફળ મળે છે. ઋષિમુનિઓના આ વિધાન મુજબ દિવસ દરમ્યાન જો 108 વાર મંત્રનો વિધિપૂર્વક જાપ થાય તો તેનું 100ગણું ફળ મળે. તે ગણતરીએ (108 x 100 = 10800) માળામાં 108 મણકા પરોવવામાં આવ્યા હતા. 108 મણકાની એક માળા મંત્રજાપ કરી ફેરવવાથી શ્વાસેશ્વાસે ભજન કર્યું ગણાય. આમ દિવસમાં એક માળા ફેરવવી એ પ્રભુભજનનું પહેલું પગથિયું ગણાય છે.

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે. ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને ‘નક્ષત્ર’ સંજ્ઞા આપી છે. આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે. આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને ‘સુમેરુ પર્વત’ નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને ‘સુમેરુ’ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે. જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.

માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે. મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.

--


વાત કરી લઉં છું…
 

તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !
કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !

મને શું કામ રંજ હોય તારા ના મળવાનો
તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !

તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની
લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !


એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,
હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.

 જીવનનો જુગાર કો’ક દી તો જીતીશ એ આશથી
રોજ એક નવી શરૂઆત કરી લઉં છું !
 ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો
તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !

ઉપવને આગમન
                                                 
તમારાં અહીં આજ  પગલાં  થવાનાં,
ચમનમાં બધાંને  ખબર થૈ  ગઈ  છે.
                                      
ઝુકાવી છે ગરદન બધી  ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર  થૈ ગઈ  છે.
                                         
શરમનો કરી ડોળ  સઘળું જુએ  છે
કળી   પાંદડીઓના  પડદે   રહીને,
                                      
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર  થૈ  ગઈ છે.
                                        
બધી  રાત  લોહીનું  પાણી  કરીને
બિછાવી છે  મોતીની  સેજો ઉષાએ,
                                         
પધારો કે  આજે  ચમનની  યુવાની
બધાં સાધનોથી સભર થૈ  ગઈ  છે.
                                       
પરિમલની સાથે ગળે  હાથ  નાખી-
કરે  છે  અનિલ   છેડતી  કૂંપળોની,
                                        
ગજબની ઘડી છે  તે  પ્રત્યેક વસ્તુ,
પુરાણા  મલાજાથી પર થૈ  ગઈ છે.
============ ========= ========= =======

 

ગુજરાતી કવિતા 
વસ્ત્રો થઇ ગયાં ટૂંકા , લાજ ક્યાંથીહોય? 

અનાજ થઇ ગયાં  હાઇબ્રીડ ,સ્વાદ ક્યાંથી હોય ?

નેતા થયાં ખુરશીના ,દેશદાઝ ક્યાંથી હોય ?

ફુલો થયાં પ્લાસ્ટીક્ના ,સુગંધ ક્યાંથી હોય ?

ચહેરા થયાં મેક-અપ ના , રૂપક્યાંથી હોય ?

શિક્ષકો થયાં ટ્યુશનીયા ,વિદ્યા ક્યાંથી હોય ?

ભોજન થયાં ડાલડા ના ,તાકાત ક્યાંથી હોય ?

માણસ થઇ ગયો પૈસાનો ,દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના ,ભગવાન ક્યાંથી હોય ?



જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે

 
[1] સુથાર
 છોલવું કારણ વિના એ એમની લત હોય છે પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે એમની પાસે નજરની એક કરવત હોય છે

 
 
[2] લુહાર
ઘણની સાથે કોની જોડી હોય છે ?લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે
રોજ બદલાતી હથોડી હોય છે !
 
 
[3] ટપાલી
તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા
?પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !
 
 
[4] ટાલ ધરાવનાર
હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ  ‘લ્યો લપસજોકહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો  બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

 
 
[5] સેલ્સમેન
સાવ રીઝનેબલ અમારા રેટ છે પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.
 
[6] પાયલોટ
રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે
, તું લેન્ડ કરી જો સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.
 
 
[7] દરજી
ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે
, તોય રઘવાયી રહે પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !
 
 
[8] પોલીસ
હથકડી હૈયાની નહીં તૂટી શકે ! મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !
 
 
[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી
ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ
, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !
 
 
[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક
પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

 
 
[11] ક્રિકેટર
છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના
, આ પ્રેમ છે આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો